મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં નાટો સિરામિક નજીક પગપાળા જઈ રહેલા મૂળ મહીસાગર જિલ્લાના વતની સુમિત્રાબેન નવરતભાઈ સલોત (ઉ.વ.45) ને ટ્રક ટ્રેઇલર ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પતિ નવરતભાઈ પ્રતાપભાઈ સેલોતે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.




