HomeGujaratહોટલ ખજૂરાના પાર્કિગમાં થયેલી દિલધડક લૂંટમાં લગધીરગઢના યુવાનની અટકાયત, લૂંટારૂઓને આપ્યો હતો...

હોટલ ખજૂરાના પાર્કિગમાં થયેલી દિલધડક લૂંટમાં લગધીરગઢના યુવાનની અટકાયત, લૂંટારૂઓને આપ્યો હતો આશરો, લૂંટની તપાસ સુરત સુધી લંબાવાઈ 

અઠવાડિયા પૂર્વે રાજકોટ મોરબી હાઇવે પર હોટલ ખજૂરાના પાર્કિંગમાંથી આંગડિયા પેઢીના સંચાલકની કારમાંથી રૂ.90 લાખની લૂંટ થઈ હતી અને હવે આ દિલધડક લૂંટનો મુખ્ય સૂત્રધાર પોલીસની ગિરફ્તમાં છે. જેમ જેમ તપાસ થઈ રહી છે તેમ નવા વળાંક આ કેસમાં સામે આવી રહ્યા છે. આ ધાડ મામલે પોલીસે ટંકારા તાલુકાના લગધીરગઢ ગામના યુવાનની સંડોવણી ખુલતા અટકાયતમાં લઈ લૂંટ-ધાડના આ બનાવના મૂળ સુધી પહોંચવાની તપાસમાં મહત્વપૂર્ણ કડી મેળવી હોવાનું સામે આવ્યું છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, અઠવાડિયા પૂર્વે રાજકોટ – મોરબી હાઇવે પર આંગડિયા સંચાલકની કારનો પીછો કરી ટક્કર મારી ટંકારા નજીક હોટલ ખુજરાના પાર્કિંગમાંથી રૂ.90 લાખની રોકડની લૂંટ- ધાડ મામલે પોલીસને મહત્વની સફળતા મળી છે. પોલીસે આ લૂંટના બનાવના સ્થાનિકની સંડોવણી અંગે તપાસ કરતી હોય જેમાં લગધીરગઢ ગામના દિગ્વિજય અમરશીભાઈ ઢેઢી (ઉ.વ.32) નામના યુવાનની સંડોવણી સામે આવતા આ યુવાનને અટકાયતમાં લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ યુવાન તાજા ભૂતકાળમાં આર્થિક ભીંસમાં લાપતા બન્યો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. તો બીજી તરફ આ લૂંટ – ધાડમાં દક્ષિણ ગુજરાત સુધી તપાસ લંબાઈ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. આ લૂંટની ઘટના સમયે રાજકોટ હાઇવે પર જેની હાજરી હતી તેવા લગધીરગઢ ગામના દિગ્વિજય ઢેઢીની પૂછપરછમાં પોલીસને અનેક રહસ્યોનો જવાબ મળે તેવી આશા સેવાઈ રહી છે.

 

હાલ તો પોલીસે પોલીસે લગધીરગઢ ગામના દિગ્વિજય અમરશીભાઈ ઢેઢીની ધરપકડ કરી છે જેમાં આરોપી દિગ્વિજયે બેડી ચોકડીએથી કાર પસાર થયા બાદ છત્તર પાસે ઉભેલા લૂંટારૂઓને કાર પાસ થઈ ગયાની માહિતી આપી હતી. આ ઉપરાંત જબલપુર ગામના પાટિયા પાસે આરોપી દિગ્વિજયના બાલાજી પ્રોડક્ટ નામના કારખાનામાં લૂંટારૂઓને રહેવા જમવા સહિતની સગવડતા આપી હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વધુમાં આરોપી દિગ્વિજય ઢેઢીએ સુરતના અલ્પેશ નામના શખ્સના કહેવાથી આરોપીઓ માટે રેકી ક૨ી લૂંટારૂઓને કારખાનામાં આશ્રય આપ્યો હોવાનું પોલીસની પૂછતાછમાં કબુલતા લૂંટની તપાસ સુરત સુધી લંબાઈ છે.

 

હાલ તો આરોપીને રિમાન્ડ પર લેવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular