HomeGujaratમોરબીના વીસીપરામાંથી ચાર જુગારીઓને ઝડપી પાડતી સિટી બી ડિવિઝન પોલીસ 

મોરબીના વીસીપરામાંથી ચાર જુગારીઓને ઝડપી પાડતી સિટી બી ડિવિઝન પોલીસ 

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વીસીપરામાં જુગાર રમતા ચાર શખ્સોને પકડી લઈ જુગારની ગેરકાનૂની પ્રવૃતિને ડામવા કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળતા મોરબીના સામાકાંઠે મદીના સોસાયટી શેરી નં.1 માં જુગાર રમતા રહીમભાઇ મહમદભાઈ સુમરા (ઉ.વ.45) રહે. મદીના સોસાયટી શેરી નં.1 વીસીપરા મોરબી-2, મહમદહુશેનભાઇ હમીરભાઇ સુમસ (ઉ.વ.33) રહે મદીના સોસાયટી શેરી નં.1 વીસીપરા મોરબી-2, જયદિપભાઈ કાળદાભાઈ આલ રબારી (ઉ.વ.25) ૨હે યમુનાનગર શેરી નં.3 મો૨બી-2 અને ગણેશભાઈ પ્રવીણભાઈ ઉઘરેજા (ઉ.વ.21) રહે. ગામ વીરપર. તા ટંકારાવાળાને રોકડા રૂ.12,200 ના મુદામાલ સાથે પકડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular