HomeGujaratમોરબીમાં ગત સપ્તાહમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક યુઝ અને ગંદકી કરવા બદલ 56 ધંધાર્થીઓ...

મોરબીમાં ગત સપ્તાહમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક યુઝ અને ગંદકી કરવા બદલ 56 ધંધાર્થીઓ દંડાયા 

મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં ગત તા.20 થી 26 દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતા ધંધાર્થીઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ 56 ધંધાર્થીઓ પાસેથી રૂ.38,030 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો તથા ગંદકી કરતા 3 ધંધાર્થીઓ પાસેથી રૂ. 600 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા 4 ધંધાર્થીઓ પાસેથી રૂ.700 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

સાથે જ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રિ-મોન્સૂન અંતર્ગત લીલાપર ગ્રામ પંચાયત, શ્રીમદ સોસાયટી તથા આસ્વાદ પાન પાસે આવેલ નાલા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ તકે, મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને શહેરમાં ગંદકી ન ફેલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ મોરબી ડેપ્યુટી કમિશ્નરની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular