મોરબીના વિસીપરા વિસ્તારમાં પ્રજાપતના કારખાના પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક શખ્સને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડીવીઝન પોલીસને સંયુક્તમાં ખાનગી રાહે મળેલી બાતમીના આધારે તપાસ કરતા મોરબીના વિસીપરા વિસ્તારમાં પ્રજાપતના કારખાના પાસેથી દેશી હાથ બનાવટની 1 જામગરી બંદૂક કિ.રૂ.2 હજારના મુદ્દામાલ સાથે આરોપી સાગરભાઈ ચતુરભાઈ દારોદરા (ઉ.વ.43) રહે. ગુલાબનગર વીશીપરા મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




