Monday, May 4, 2026
HomeGujaratમોરબીના કબીર આશ્રમ પાછળ ભક્તિનગર-2 માં પ્રેમપ્રકરણના સમાધાન બાદ પણ ઝઘડો થતાં...

મોરબીના કબીર આશ્રમ પાછળ ભક્તિનગર-2 માં પ્રેમપ્રકરણના સમાધાન બાદ પણ ઝઘડો થતાં એકબીજા પર ધોકા લઈ તૂટી પડ્યા

Advertisement
Advertisement

મોરબીના નાની વાવડી રોડ પર કબીર આશ્રમ પાછળ ભક્તિનગર-2 માં પ્રેમપ્રકરણના સમાધાન બાદ કોઈ કારણસર બે પક્ષો વચ્ચે ઝઘડો થતાં બંને પક્ષો એકબીજા પર ધોકા વડે તુટી પડયા હતા. જે બાદ બંને પક્ષોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના વાવડી રોડ પર કબીર આશ્રમ પાછળ ભક્તિનગર-2 માં રહેતા નરેશભાઈ વિનોદભાઈ પરમાર (ઉ.વ.24) એ આરોપી વુષ્ણુભાઇ વાસુદેવભાઈ પરમાર, વાસુદેવભાઇ પરમાર, રંજનબેન વાસુદેવભાઇ પરમાર રહે.બધા વાવડી રોડ કબીર આક્ષમ પાછળ ભક્તીનગર-2 મોરબી, જિગ્નેશ જગદીશભાઇ નકુમ રહે ગાયત્રી નગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના મામાની દિકરી આરોપી વિષ્ણુભાઈના પ્રેમ સંબંધમાં હોય જેનો ખાર રાખી ફરીયાદીના ભાઈ સાથે બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદી તથા સાથી સમજાવવા જતા ફરીયાદીને તથા સાથીઓને છુટ્ટા પથ્થરના ઘા મારી ઈજા પહોંચાડી તથા સાથી ગીતાબેનને આરોપીઓએ ધોકાથી ઇજા પહોંચાડી હોવથી ફરીયાદ નોંધાઈ છે.

 

જ્યારે સામા પક્ષે મોરબીના વાવડી રોડ કબીર આશ્રમ પાછળ ભક્તિનગર-2 માં રહેતા રંજનબેન વાસુદેવભાઇ પરમાર (ઉ.વ.55)એ આરોપી પ્રાકશભાઇ માધુભાઇ કંજારીયા, મયંક ઉર્ફે ઉમેશ વિનુભાઇ પરમાર, માધુભાઇ કેસુભાઇ કંજારીયા, ધિરુભાઇ ઉર્ફે ધિરજભાઈ ગોવિદભાઇ હડીયલ રહે. બધા વાવડી રોડ કબીર આક્ષમ પાછળ ભક્તીનગર-2 મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના દિકરાને આરોપી પ્રકાશભાઈની બહેન સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે આગાઉ સમાધાન થઈ ગયેલ અને ત્યારબાદ ફોનમાં બોલાચાલી કરેલ જેનો ખાર રાખી ફરીયાદીના દિકરાને આરોપીઓએ ઘર બહાર બોલાવી બોલાચાલી કરી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી તથા ફરીયાદી તથા તેના પતિ દિકરાને છોડાવવા જતા ફરીયાદીને આરોપીએ માથાંમા ધોકો મારી ઇજા પહોંચાડી તથા ફરીયાદીના પતિ તથા દિકરા વિષ્ણુને માર મારી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવી છે.

બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular