મોરબી તાલુકાના રંગપર – જેતપર રોડ પર વિરાટનગરથી આગળ તરલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ પાસે રોડ પર આરોપીને બોલેરો ધ્યાનથી ચલાવવાનું કહેતા આરોપીને સારૂ નહીં લાગતા આરોપી અને અજાણ્યા શખ્સે આધેડ અને તેના મિત્રને ગાળો આપી લાકડી તથા લોખંડના પાઇપથી માર માર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના જુના રંગપર ગામે રહેતા વિરેન્દ્રસિંહ વેશુભા ઝાલા (ઉ.વ.50) એ આરોપી મહેશભાઇ છના ભરવાડ રહે. રફાળેશ્વર મચ્છુનગર તા. મોરબી તથા અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીએ આરોપી મહેશ છનાને પોતાના બોલેરોને ધ્યાનથી ચલાવવાનું કહેતા સારૂ નહી લાગતા તેની સાથેના આરોપી અજાણ્યા શખ્સ સાથે મળી ફરીયાદી તથા સાથી યોગેન્દ્રસિંહ ઝાલાને ભુંડા બોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી આરોપીઓએ લોખંડની કુંડલી વાળી લાકડી અને લોખંડના પાઇપથી ફરીયાદી તથા સાથી યોગેન્દ્રસિંહને આડેધડ શરીરે માર મારી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી ફરીયાદી તથા સાથી યોગેન્દ્રસિંહને ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી પોતાના વાહન લઇ નાશી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




