Sunday, May 3, 2026
HomeGujaratમોરબીના ઉંચી માંડલ ગામે નોકેન સીરામીકના કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનારો આરોપી બેંગ્લોરથી...

મોરબીના ઉંચી માંડલ ગામે નોકેન સીરામીકના કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનારો આરોપી બેંગ્લોરથી ઝડપાયો 

Advertisement
Advertisement

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં નોકેન સીરામીકના કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને અને સગીરાને કર્ણાટકના બેંગ્લોરથી મોરબી તાલુકા પોલીસ ટીમે શોધી કાઢ્યા છે.

પ્રાપ્ત થયેલી વિગતો મુજબ, મોરબી તાલુકા ઉંચી માંડલ ગામની સીમમાં નોકેન સીરામીકના કારખાનામંથી આરોપીએ સગીરવયની દિકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી લઇ જઈ ગુન્હો આચર્યો હોવાનો કેસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો હતો.

અપહરણના આ ગુનામાં સંડોવાયેલા શખ્સને શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવીને ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી આરોપી શીકુમાર ઉદ્દે શીપુ બીજય જેના (ઉ.વ.30) ધંધો-મજુરી રહે-ગામ-શાહપુર પોસ્ટ-ખુલુડા થાના-જલેશ્વર તા-નાપોર જી-બાલેશ્વર ઓડિસ્સાવાળાને કર્ણાટક રાજયના બેંગ્લોર શહેર ખાતેથી શોધી કાઢી આરોપીને અપહરણના ગુન્હામાં અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular