મોરબી તાલુકાના પાનેલી ગામે જીઆઈડીસીના પાણીના ટાંકા પાસે મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના વતની પરિવારનું 11 માસનું બાળક રમતું હતું ત્યારે બોલેરો ચાલકે બાળકને હડફેટે લઈ લેતા માસૂમ બાળકનું મોત નીપજ્યું છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં મોરબીના ખાટકી વાસ નજીક ભાડાના મકાનમાં રહેતા અનિલભાઈ ભુડાભાઈ કટારાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.26ના રોજ બપોરના સમયે પાનેલી ગામની જીઆઈડીસીના પાણીના ટાંકા પાસે તેમનો 11 માસનો પુત્ર આશિષ રમતો હતો ત્યારે બેફામ બોલેરો ચાલકે આશિષને હડફેટે લઈ લેતા ગંભીર ઇજાઓ પહોંચતા આશિષનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.




