Sunday, May 3, 2026
HomeGujaratમોરબીમાં કારમાં હેરાફેરી કરતા 1.30 લાખનો 650 લિટર દેશી દારૂ પકડાયો, એક...

મોરબીમાં કારમાં હેરાફેરી કરતા 1.30 લાખનો 650 લિટર દેશી દારૂ પકડાયો, એક મહિલાની ધરપકડ

Advertisement
Advertisement

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોર વ્હીલ કારમાં હેરફેરી કરી રહેલી કારમાંથી 1.30 લાખની કિંમતનો 650 લિટર દેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.4.30 લાખના મુદ્દામાલ સાથે એક મહિલાને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે અન્ય એક કિશોર શખ્સ કાયદાના સંઘર્ષમા આવ્યો છે અને એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હતી તે દરમિયાન પોલીસને ખાનગીરાહે બાતમી મળી હતી કે, આરોપીઓ મહિન્દ્રા કંપનીની ઝાઇલો ફોર વ્હિલરમાં 1.30 લાખની કિંમતનો 650 લિટર દેશી દારૂ તથા 3 લાખની ફોર વ્હિલર મળી કુલ કિ.રૂ.4.30 લાખના મુદ્દામાલ સાથે આરોપી મુમ્તાઝબેન ઇસ્લામુદીન જામ (ઉ.વ.22) રહે, માળીયા વનાળીયા સોસાયટી સો ઓરડી મોરબીવાળાને પકડી પાડી છે, જ્યારે અન્ય એક શખ્સ હુશેનભાઇ રહે, સુરજબારી તા. સામખીયાડી જી.કચ્છવાળો સ્થળ પર હાજર ન મળી આવતા બંને વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular