Sunday, May 3, 2026
HomeGujaratમોરબીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર રજૂ કરવા માર્ગદર્શિકા

મોરબીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર રજૂ કરવા માર્ગદર્શિકા

Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-2025 હેઠળના વિસ્તારમાં ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો રજૂ કરવા સમયે ઉમેદવારો મોટી સંખ્યામાં કાર્યકરો, ટેકેદારો અને સમર્થકો સાથે ઢોલ નગારા અને વાહનોની મોટી સંખ્યા લઇ ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કરવા આવે છે. જેના કારણે ચૂંટણીના સરળ સંચાલન માટે રાજય ચૂંટણી આયોગની પ્રવર્તમાન સુચનાઓની અમલવારી સુનિશ્ચિત કરવા મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામાં અનુસાર ઉમેદવારી પત્રો રજૂ કરવા ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અથવા તેના દરખાસ્ત કરનાર અને અન્ય ચાર મળી પાંચ વ્યકિતઓ જ પ્રવેશી શકશે. કોઇપણ સુચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ કે સમર્થકો સાથે ચાર થી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારી/નિર્દિષ્ટ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહી.

ઉમેદવારી પત્ર રજૂ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના 100 મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશી શકશે. ત્રણથી વધુ વાહનો સાથે કચેરીના 100 મીટરના વિસ્તારમાં કોઇએ પ્રવેશવું નહી.

આ સુચનાઓનો અમલ ઉમેદવાર જયારે તેઓનું ઉમેદવારી પ્રમાણપત્ર લેવા આવે ત્યારે પણ કરવાનો રહેશે તથા ઉપર્યુકત કામે ઉપયોગમાં લેવાયેલ વાહનોનો ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ઉધારવાનો રહેશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત કે કોઇ રાજકીય પક્ષ કે ઉમેદવાર અથવા આવા કોઇ વ્યકિત દ્વારા ઉકત નિયમોનું ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું આગામી તા.27 સુધી મોરબી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-2025 હેઠળના વિસ્તારમાં લાગુ પડશે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular