HomeGujaratમોરબીના જાંબુડિયા ગામે ઇટાકા સિરામિક ફેકટરીની શ્રમિક મહિલાને અધૂરા માસે ડિલિવરી થતા...

મોરબીના જાંબુડિયા ગામે ઇટાકા સિરામિક ફેકટરીની શ્રમિક મહિલાને અધૂરા માસે ડિલિવરી થતા નવજાત પુત્રનું મોત

મોરબીના જાંબુડિયા ગામની સીમમાં આવેલા ઇટાકા સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા મૂળ પોરબંદરના વતની મહેકબેન રાજુભાઈ મલેક નામના મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન દુખાવો ઉપડતા અધૂરા મહિને ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ થયા બાદ પુત્રનો જન્મ થયો હતો.

જો કે, અધૂરા મહિને જન્મેલા બાળકની તબિયત સારી ન હોય ખાનગી હોસ્પિટલમાંથી મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લઈ જતા સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.

 

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

Most Popular