HomeGujaratમોરબીના બ્લ્યુ બેલા સ્પાના વર્કરના બાયોડેટા પોલીસ સ્ટેશનમાં ન આપતા સંચાલક સામે...

મોરબીના બ્લ્યુ બેલા સ્પાના વર્કરના બાયોડેટા પોલીસ સ્ટેશનમાં ન આપતા સંચાલક સામે કાર્યવાહી

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર રફાળેશ્વર ચોકડી ભુદેવ પાનની બાજુમાં ગણેશ ચેમ્બર્સ બીજા માળે આવેલ બ્લ્યુ બેલા સ્પા વર્કરના બાયો ડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરતા પોલીસે બ્લ્યુ બેલા સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ધ કરેલા જાહેરનામા અંતર્ગત અલગ અલગ સ્પા પાર્લરમાં ચેકીંગની કામગીરીમાં હતા તે દરમિયાન મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર રફાળેશ્વર ચોકડી ભુદેવ પાનની બાજુમાં ગણેશ ચેમ્બર્સ બીજા માળે દુકાન નં.201 થી 206 માં ચાલતા બ્લ્યુ બેલા સ્પા વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહી કરાવી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર સ્પા સંચાલક રોહિતભાઇ તુસ્તોરામ રીયાંગ (ઉ.વ.32), રહે. હાલ,ગણેશ ચેમ્બર્સ, બીજો માળ, દુકાન નં.201 થી 206 બ્લ્યુ બેલા સ્પા, રફાળેશ્વર, તા.જી.મોરબી, મુળ મિઝોરમવાળા વિરુદ્ધ તાલુકા પોલીસ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular