HomeGujaratમોરબીના નીલકંઠ રેસિડેન્સીના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની 120 બોટલ ઝડપાઈ, આરોપી ફરાર

મોરબીના નીલકંઠ રેસિડેન્સીના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની 120 બોટલ ઝડપાઈ, આરોપી ફરાર

મોરબીના નવલખી રોડ પર આવેલી નીલકંઠ રેસિડેન્સીના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની પોલીસને બાતમી મળી હતી.

આ બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે આરોપી હિતેશ ગોવિંદભાઈ ડાભીના રહેણાંક મકાનમાં દરોડો પાડતા ઘરમાંથી વિદેશી દારૂની 120 બોટલ કિં. રૂ.1.56 લાખનો મુદ્દામાલા મળી આવતા વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો.

જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા એલસીબી ટીમે આરોપીને ફરાર દર્શાવી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular