મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત લોકોને નવા કાયદાની સમજ આપવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ત્રણેય નવા કાયદા વિશે માહિતી મળે તે હેતુથી ઓડિયો, વીડિયો તથા ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા તા. 6 જૂન એટલે કે આજથી 15 જૂન સુધી યોજાશે.
જેમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ વિજેતાઓને રોકડ ઈનામો આપવામાં આવશે. સ્પર્ધાનું પરિણામ 20 જૂનના રોજ મીડિયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. સ્પર્ધામાં ભાગ લેનાર નાગરિકોએ તેમના ચિત્રો ઓડિયો, વીડિયો ઈમેલ આઇડી ab-sp-morbi@gujarat.gov.in અથવા મોબાઈલ નંબર 97732 39553 માં મોકલી આપવાના રહેશે.
ઉલ્લેખનીય છે કે, કોઈપણ વ્યક્તિ સ્પર્ધામમાં એક જ કૃતિમાં ભાગ લઈ શકશે.

