HomeGujaratમોરબીમાં બે અલગ વિસ્તારમાંથી અજાણ્યા તસ્કરોએ કરી બાઇક ચોરી

મોરબીમાં બે અલગ વિસ્તારમાંથી અજાણ્યા તસ્કરોએ કરી બાઇક ચોરી

મોરબીના ગાંધીચોક અને અવની ચોકડી નજીકથી એક બાઈક તેમજ એક મોટર સાયકલ અજાણ્યો તસ્કર ચોરી જતા વાહન ચોરીના બે બનાવ અંગે અલગ અલગ ફરિયાદ નોંધાઇ છે. જો કે, બેથી અઢી મહિના જુના વાહન ચોરીના બનાવની ફરિયાદ નોંધાતા વાહનચોર પોલીસના હાથવેંતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ બનાવ અંગે મળતી વિગતો મુજબ, પ્રથમ બનાવમાં મોરબીની અવની ચોકડી નજીક પૂજા પાન પાસેથી કિશનકુમાર દિલીપભાઈ ગામીનું રૂ.95 હજારની કિંમતનું એક્સેસ મોટર સાયકલ તા.14 માર્ચના રોજ ચોરી થયાની તો બીજા બનાવમાં ગાંધી ચોકમાં શ્રી રામ રસ સેન્ટર પાસેથી ફરિયાદી સાગરભાઈ રસિકભાઈ સાપરિયાનું 25 હજારની કિંમતનું બાઈક તા.3 જુનના રોજ કોઈ અજાણ્યો તસ્કર ચોરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

RELATED ARTICLES

Most Popular