મોરબીમાં મક૨ાણીવાસ નજીક મચ્છુ નદીના કાંઠે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી.
જે બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સલીમભાઈ અજિતભાઈ મકરાણી, સમસુદીન તાજુદીન મકરાણી અને સલીમભાઈ અદરેમાન મકરાણી નામના ત્રણ શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1100 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.




