મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર જીત ઈલેક્ટ્રીક નજીક રોડ પરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક શખ્સને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર જીત ઈલેક્ટ્રીક નજીક રોડ પરથી વિદેશી દારૂની રૂ. 600 ની કિંમતની 2 બોટલના મુદ્દામાલ સાથે આરોપી સાહીલ ફીરોજભાઈ પીલુડીયા (ઉ.વ.30) રહે. વાવડી રોડ ક્રિષ્ના પાર્ક મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




