મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલા પરસોતમ ચોકમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ઇબ્રાહિમભાઈ સફીભાઈ હોકાવાળા રહે.વીસીપરા મોરબી વાળાને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે.
સાથે જ તેમની પાસે રહેલા રોકડા રૂ. 350 તેમજ આંકડા લખેલી ચિઠ્ઠીઓ સાથેનો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.




