Monday, May 4, 2026
HomeGujaratમોરબીના આલાપ રોડ પર દારૂની ડિલિવરી વખતે પોલીસની ફિલ્મી ઢબે એન્ટ્રી, આપ-લે...

મોરબીના આલાપ રોડ પર દારૂની ડિલિવરી વખતે પોલીસની ફિલ્મી ઢબે એન્ટ્રી, આપ-લે કરનાર બન્ને ઝડપાયા

Advertisement
Advertisement

મોરબી જિલ્લાભરમાં દેશી અને વિદેશી દારૂનું ક્યાંય ખુલ્લે આમ તો ક્યાંક છાનેખૂણે વેચાણ થઈ રહ્યું છે તેવામાં ગઈકાલે રાત્રે મોરબીના આલાપ રોડ પર વિદેશી દારૂની ડિલિવરી કરવા આવેલ શખ્સ તેમજ મંગાવનાર શખ્સને દારૂની લેતી દેતી કરતા પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આલાપ રોડ પર બાઈક ઉપર દારૂની ડિલિવરી દેવા આવેલા સાહિલ મુકેશભાઈ જાદવ રહે.રવાપર રોડ, ભવાની સોડા પાછળની શેરી વાળો વિદેશી દારૂની 375 મીલી માપની બે અડધિયા બોટલ સાથે બાઈક પર આવી આરોપી અભય સુનિલભાઈ સરવૈયા રહે.પરસોતમ ચોક વાળાને આપતો હતો ત્યારે જ પોલીસે ફિલ્મીઢબે ત્યાં પહોંચી જઈ બન્નેને રંગે હાથ ઝડપી પાડ્યા હતા, સાથે જ રૂ.475ની કિંમતનો દારૂ તેમજ 30 હજારની કિંમતનું બાઈક કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular