HomeGujaratમોરબીના પીપળી ગામે દારૂના કટીંગ દરમિયાન દારૂની 12 બોટલ અને બિયરના 70...

મોરબીના પીપળી ગામે દારૂના કટીંગ દરમિયાન દારૂની 12 બોટલ અને બિયરના 70 ટીન ઝડપી પાડતી LCB ટીમ 

મોરબીના જેતપર રોડ પર પીપળી ગામની સીમમાં વિનાયક વે બ્રિજ પાછળ વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યુ હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી મોરબીના બે શખ્સો વિદેશી દારૂની 12 બોટલ તેમજ બિયરના 70 ટીન સાથે ઝડપાઈ ગયા હતા.

જો કે, દરોડા દરમિયાન દારૂ સપ્લાય કરનાર બે શખ્સ નાસી ગયા હતા.

મોરબી એલસીબી ટીમે જેતપર પીપળી રોડ ઉપર વિનાયક વે બ્રિજ પાછળ વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની બાતમીને આધારે દરોડો પાડતા બનાવ સ્થળેથી આરોપી ઈમ્તિયાઝ મુસ્તુફાભાઈ સિપાઈ રહે.પંચાસર રોડ, જનક સોસાયટી અને ધ્રુવ કાંતિલાલ ફુલતરિયા રહે.રવાપર રોડ, બોનીપાર્ક નામના બે શખ્સ વિદેશી દારૂની 12 બોટલ તેમજ બિયરના 70 ટીન કિંમત રૂ.37 હજાર સાથે ઝડપાઈ ગયા હતા.

આરોપીઓની પૂછતાછમા દારૂ બિયરનો આ જથ્થો રંગપર ગામના જનકસિંહ ઝાલા અને રાજસ્થાની ડ્રાઈવર પાસેથી મેળવ્યાનું કબુલતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

Most Popular