Monday, May 4, 2026
HomeGujaratઆયુષ હોસ્પિટલમાં જટિલ સર્જરી કરવામાં ઓર્થો વિભાગને મળી સફળતા 

આયુષ હોસ્પિટલમાં જટિલ સર્જરી કરવામાં ઓર્થો વિભાગને મળી સફળતા 

Advertisement
Advertisement

મોરબીના 19 વર્ષીય યુવાનને રોડ એક્સિડન્ટમાં જમણા હાથના બાવળામાં અને જમણા પગના થાપા નું, ગોઠણનું અને પીંડીના હાડકાનું ખુલ્લા ઘાવ સાથે ફ્રેકચર થયું હતું, જેમાં દર્દીના ગોઠણના તાણીયા પણ તૂટી ગયા હતા. જેની સારવાર માટે દર્દીએ ઘણી બધી હોસ્પિટલ ફર્યા બાદ આયુષ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા.

જ્યાં ઓર્થોપેડિક ડોક્ટરોની ટીમ દ્વારા એક પછી એક દરેક ઓપરેશન સફળતાપૂર્વક કરી દર્દીને 2 જ મહિનામાં સાજા કરી દેવામાં આવ્યા.

હાલમાં દર્દી સ્વસ્થ છે અને ચાલી પણ શકે છે. આ નવયુવાનને ખૂબ જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવા બદલ દર્દી અને તેમના પરિવાર દ્વારા આયુષ હોસ્પિટલ અને ડોક્ટરો તથા તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular