HomeGujaratમોરબીની રવિવારી અને જૂના બસ સ્ટેન્ડમાંથી ચોરાયેલા બે બાઇક સાથે બે આરોપી...

મોરબીની રવિવારી અને જૂના બસ સ્ટેન્ડમાંથી ચોરાયેલા બે બાઇક સાથે બે આરોપી હળવદથી ઝડપાયા 

મોરબીની રવિવારી બજાર અને જૂના બસ સ્ટેન્ડમાંથી ચોરાયેલા સ્પ્લેન્ડર અને પલ્સર બાઈક સાથે બે શખ્સો હળવદથી પકડાયા છે.

હળવદ પોલીસે બન્ને બાઈક કબ્જે લઈ પકડાયેલા બે શખ્સો સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ પોલીસ દ્વારા મોરબી ચોકડી ખાતે વાહન ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ સ્પલેન્ડર મોટર સાયકલ સાથે બે શખ્સો નીકળતા તેઓની પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપતા ન હોય જેથી બન્ને શખ્સો મહેશભાઈ રાજુભાઈ વઢીયાર હાલ રહે. મોરબી કાલીકા પ્લોટ અને મનોજભાઈ વરસીંગભાઈ જહાચીયા વઢીયારા હાલ રહે. હળવદ જીન પ્લોટ વિસ્તારવાળાની આગવી ઢબે પુછપરછ કરતા પોતે મોરબીના જુના બસ સ્ટેશન તથા મોરબી પાડા પુલ નીચે રવિવારી બજારમાંથી બે મોટર સાયકલ ચોરી કરી હોવાની કબુલાત આપતા સ્પ્લેન્ડર અને પલ્સર બાઇક રીકવર કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular