Monday, May 4, 2026
HomeGujaratમોરબીના નવી પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂની 131 બોટલ અને 96 બિયરના...

મોરબીના નવી પીપળી ગામે રહેણાંક મકાનમાંથી દારૂની 131 બોટલ અને 96 બિયરના ટીન મળી આવ્યા

Advertisement
Advertisement

મોરબી તાલુકાના નવી પીપળી ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ.2,51,340 અને ક્રેટા કાર મળી કુલ કિં રૂ.10,51,340 ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન તાલુકા પોલીસને સંયુક્તમા મળેલી બાતમીના આધારે રેઇડ કરતા મોરબી તાલુકાના નવી પીપળી ગામે ઓમપાર્ક રહેતા આરોપી સંદિપભાઈ રમેશભાઈ કાલરીયાએ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે રાખેલી વિદેશી દારૂની 131 તથા 96 બિયર ટીન સહિત કુલ કિં રૂ.2,51 લાખ અને દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલી ક્રેટા સહિત કુલ કિં રૂ.10.51 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular