મોરબી નવલખી રોડ સેન્ટમેરી સ્કૂલ પાસે આરોપી અગાઉ કોપર વાયરની ચોરીમાં પોલીસમાં પકડાયેલ હોય જેની બાતમી યુવકે આપી હોવાની શંકા હોવાથી તેનો ખાર રાખી આરોપીઓએ યુવકને માર મારી છરી વડે ઈજા કરી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના કુલીનગર-1 માં ભાડે રહેતા વિશ્વાસભાઈ કાનજીભાઇ પાટડીયા (ઉ.વ.31) એ આરોપી અમીત દીલીપભાઇ સારલા રહે. યમુના નગર શેરી નં.3 મોરબી તથા અસરફખાન હફીઝઉલ્લા પઠાણ રહે. સિપાઈ વાસ નગરદરજા અંદર મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી અમીત અગાઉ કોપર વાયરની ચોરીમાં પોલીસમાં પકડાયો હતો જેની બાતમી ફરીયાદીએ આપી હોવાની શંકા જતા તે વાતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદી સાથે મારા-મારી કરી ફરીયાદીને ગાળો કાઢી લોખંડના પાઇપથી મારમારી આરોપીઓ ફરીયાદને છરીથી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




