HomeGujaratમોરબીમાં કાયાજી પ્લોટમાંથી સ્વીફ્ટમાં રાખેલી દારૂની 657 બોટલ મળી, આરોપી ફરાર

મોરબીમાં કાયાજી પ્લોટમાંથી સ્વીફ્ટમાં રાખેલી દારૂની 657 બોટલ મળી, આરોપી ફરાર

મોરબીમાં દારૂની રેલમછેલ થઈ રહી છે, બુટલેગરો બેફામ બન્યા છે ત્યારે મોરબીના રવાપર રોડ પર આવેલા કાયાજી પ્લોટ શેરી નં.5 ના નાકા પાસે સ્વીફ્ટ કારમાંથી રૂ.2,68,380 ની કિંમતની 657 વિદેશી દારૂની બોટલ તથા કાર મળી કુલ કિં. રૂ.6,68,380 નો મુદ્દામાલ એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન પોલીસ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે બાતમી મળી હતી જેને આધારે રેઇડ કરતા મોરબીના રવાપર રોડ પર આવેલ કાયાજી પ્લોટ શેરી નં.5 ના નાકા પાસે આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળી સ્વીફ્ટ કારમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી ઈંગ્લીશ દારૂની 657 બોટલ અને કાર સહિત કુલ રૂ.6,68,380 નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી શાહરૂખ ઇકબાલભાઇ બુચડ રહે. લાતી પ્લોટ જોન્શનગર મોરબીવાળો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular