HomeGujaratમોરબીના લાલપર ગામે ફેક્ટરીમાં મજૂરીકામ કરતો યુવકનું રાત્રે ટ્રેનની હડફેટે આવતા મોત

મોરબીના લાલપર ગામે ફેક્ટરીમાં મજૂરીકામ કરતો યુવકનું રાત્રે ટ્રેનની હડફેટે આવતા મોત

મોરબી તાલુકાના લાલપર ગામ નજીક સિરામિક ફેકટરીમાં મજૂરી કામ ક૨તો મૂળ રાજસ્થાનનો યુવાન રાત્રીના સમયે રેલવે ટ્રેક પર કુદરતી હાજતે જતા ડેમુ ટ્રેનની હડફેટે આવી જતા કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના ધૌલપુર જિલ્લાના નકસોદા ગામનો વતની અને હાલમાં લાલપર ગામની સીમમાં આવેલ કોરલ ગ્રેનાટો સિરામિક ફેકટરીમાં કામ કરતો ભોલું રામભરોસી ગુર્જર (ઉ.વ.26) નામનો યુવાન ગત તા.11ના રોજ આઠેક વાગ્યાના અરસામાં પોતાના લેબર કવાટર્સથી કુદરતી હાજતે જવા માટે રેલવે ટ્રેક બાજુ ગયો હતો.

ત્યારે બરાબર આ સમયે ડેમુ ટ્રેન પસાર થતા ટ્રેનની હડફેટે આવી જતા શરીરના કમરના ભાગથી શરીરના બે ટુકડા થઈ જતા ભોલુંનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ ક૨ી છે.

RELATED ARTICLES

Most Popular