HomeGujaratમોરબી રવાપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 60 બોટલ અને બીયરના 76...

મોરબી રવાપર ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 60 બોટલ અને બીયરના 76 ટીન મળી આવ્યા 

મોરબીમાં દારૂની રેલમછેલ થઈ રહી છે, ત્યારે મોરબીના રવાપર ગામે હનુમાન ચોકમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ.1,84,520 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.2,64,520 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના રવાપર ગામે હનુમાન ચોકમાં રહેતા આરોપી મુકેશભાઈ દાનાભાઈ જારીયાએ પોતાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલી વિદેશી દારૂની 60 બોટલો જેની કુલ કી.રૂ.1,67,800 તથા બીયરના 76 ટીનની કુલ કી.રૂ.16,720 તથા એક્ટીવના 80 હજાર મળી કુલ રૂ.2,64,520 નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular