Monday, May 4, 2026
HomeGujaratમોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાટર્સમાંથી લક્ઝુરિયસ બ્રાન્ડની વિદેશી દારૂની 84 બોટલ મળી  

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાટર્સમાંથી લક્ઝુરિયસ બ્રાન્ડની વિદેશી દારૂની 84 બોટલ મળી  

Advertisement
Advertisement

ત્યારે સાંજે સીટી બી ડિવિઝન પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં દરોડો પાડી વિદેશી દારૂની લક્ઝુરિયસ બ્રાન્ડની 84 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

સીટી બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીને આધારે સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં રહેતા આરોપી અશ્વિનસિંહ વિક્રમસિંહ સરવૈયા રહેણાંકમાં દરોડો પાડી જોહની વોકર, રેડ લેબલ, બેલેન્ટાઇન, જેમસન આઈરિસ અને બ્લેન્ડર્સ પ્રાઈડ અલ્ટ્રા પ્રીમિયમ વ્હીસ્કીની 84 બોટલ કિં.રૂ. 2,59,900નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

આ સફળ કાર્યવાહી પીઆઈ એન.એ.વસાવાની રાહબરી હેઠળ સીટી બી ડિવિઝન સ્ટાફે કરી હતી.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular