HomeGujaratમોરબીના સોખડા ગામે યુવકના ભાભી સાથે ફોન પર વાત કરવાનો ઠપકો આપતા...

મોરબીના સોખડા ગામે યુવકના ભાભી સાથે ફોન પર વાત કરવાનો ઠપકો આપતા તેનું ગળું દબાવી હત્યા

મોરબીના સોખડા ગામે નજીક રેબેકા લેમીનેટ કારખાનામાં આરોપી યુવકના ભાભી સાથે ફોનમાં વાતચીત કરતા હોય જે ખબર પડી જતા યુવકે આરોપીને ઠપકો આપતાં જેનું મનદુઃખ રાખી યુવકનુ ગળુ દબાવી શરીર પર મારમારી મોત નિપજાવ્યું હોવાથી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદ તાલુકાના નવા ધનાળા પાસે આવેલ લેવેન્ટા લેમીનેટ કારખાનામાં રહેતા અને મજુરી કરતા સુનિતા રવિન્દ્ર અહિરવાર (ઉ.વ.25) એ આરોપી ખુરશીદ આલમ ઉર્ફે રાજખાન અસગર મીયા રહે. બિહારવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી ફરીયાદીના ભાભી સાથે અવાર નવાર ફોનમાં વાતચીત કરતા હોય તથા સંબંધો કેળવતા હોય જે વાતની જાણ ફરીયાદીના ભાઇને થતા આરોપીને ઠપકો આપતા જેનુ મનદુ:ખ રાખી આરોપીએ ફરીયાદીના ભાઈ ગબ્બર દેવીસિંહ આહીરવારનુ ગળુ દબાવી તથા શરીર પર માર મારી ઇજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતુ.

આ બનાવ અંગે મૃતકના બહેને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. ૧૦૩ (૧) તથા એટ્રોસીટી એકટ કલમ-૩(૨)(૫) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular