મોરબી તાલુકાના ઘુંટુ ગામે મારૂતિ નંદન સોસાયટીમાંથી પ્રૌઢનુ બાઈક કોઈ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની અને હાલ મોરબીના ઘુંટુ ગામે મારૂતિ નંદન સોસાયટીમાં રહેતા રમેશગીરી કાનગીરી ગોસાઈ (ઉ.વ.52) એ આરોપી અજાણ્યા ચોર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના ઘર પાસેથી અજાણ્યો ચોર રૂ.60 હજારની કિંમતનું બાઈક અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.




