Monday, May 4, 2026
HomeGujaratમોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીની પૂર્વ તૈયારી માટે કમિશનરના અધ્યક્ષ સ્થાને બેઠક...

મોરબીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીની પૂર્વ તૈયારી માટે કમિશનરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી 

Advertisement
Advertisement

આગામી 21 જૂનના રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરી કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

સમગ્ર વિશ્વ અને દેશમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે ગુજરાતમાં પણ વધુને વધુ લોકોને યોગ બાબતે જાગૃત થાય અને યોગ સાથે જોડાય તેવા ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જે અન્વયે મોરબીમાં મહાનગરપાલિકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી લોકોને યોગનું મહત્વ સમજાવવા તેમજ તેમની દૈનિક જીવનમાં યોગને મહત્વનું સ્થાન મળે તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરાયું છે.

મોરબી મહાનગરપાલિકા કક્ષાએ મણીમંદિર ખાતે વહેલી સવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સવિશેષ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં મુખ્ય સ્ટેજ, ઉદઘોષક, સુશોભન અને ફૂલછોડ, મેડિકલ ટીમ, ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સહિતની કામગીરી બાબતે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત આ ઉજવણી સવિશેષ બની રહે અને વધુને વધુ લોકો સ્વૈચ્છિક આ કાર્યક્રમમાં જોડાય તે માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજય સોની, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, સહાયક માહિતી નિયામક પારૂલ આડેસરા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular