HomeGujaratમોરબીમાં એઆરટી સેન્ટર ખાતે HIV ગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ 

મોરબીમાં એઆરટી સેન્ટર ખાતે HIV ગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ 

મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં કાર્યરત એ.આર.ટી. સેન્ટર ખાતે આર.એન.ડી.પી. પ્લસ (રાજકોટ ડિસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચઆઇવી) દ્વારા દાતાના સહયોગ થકી એચઆઇવી એઇડ્સ અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આર.એન.ડી.પી. પ્લસ દ્વારા HIV ગ્રસ્ત બાળકોના લાભાર્થે અનેક પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ બાળકોના શિક્ષણમાં આર્થિક રીતે મદદરૂપ થવાના હેતુથી મોરબીના સિમ્બોલો ફાઉન્ડેશનના સહયોગથી ગત તા.14 જૂનના રોજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બાળકોને શૈક્ષણિક કીટ વિતરણની સાથે સરકારી યોજનાઓ, સ્કોલરશીપ અને તબીબી સહાય સહિત અંગે વિગતે માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પી.કે. દુધરેજીયા, જિલ્લા ક્ષય અધિકારી ધનસુખ અજાણા, આર.એન.ડી.પી. પ્લસના પ્રમુખ જગદીશભાઈ તથા અન્ય બોર્ડ મેમ્બર્સ, એઆરટી સેન્ટરના મેડિકલ ઓફિસર દિશાબેન અને સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular