HomeGujaratજનતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા મોરબી પોલીસ એક્શન મોડમાં, 18 વર્ષથી નાના...

જનતાને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા મોરબી પોલીસ એક્શન મોડમાં, 18 વર્ષથી નાના અનેક છાત્રો દંડાયા 

મોરબી શહેરના અનેક પોઈન્ટ પર ટ્રાફિક નિયમોનું ભંગ કરતા સ્કૂલ વાહનો અને સ્કૂટર લઈને ભણવા જતા વિદ્યાર્થીઓ સામે દંડનીય કાર્યવાહી શરૂ મોરબી પોલીસે હાથ ધરી છે ત્યારે 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને વાહન આપતા વાલીઓ ચેતજો. કારણકે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આજથી ત્રણ દિવસ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ તો 18 વર્ષથી નીચેના બાળકો જે સ્કૂટર લઈને ભણવા જતા હોય છે તે તમામ પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી પોલીસ દ્વારા શાળાઓ ખુલી ત્યારથી એક અઠવાડિયા સુધી શાળાઓમાં જઈને સૂચનાઓ આપવામાં આવી હતી કે, 18 વર્ષથી નીચેનું કોઈ બાળક સ્કૂટર કે અન્ય વાહન લઈને શાળાએ ન આવે. ઉપરાંત સ્કૂલ વાહનો પણ ટ્રાફિક નિયમોનું પાલન કરે અને તમામ ડોક્યુમેન્ટ સાથે રાખે.

આ સૂચનાઓ જારી કર્યા બાદ હવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમોએ આજથી ત્રણ દિવસ ખાસ ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં મહેન્દ્રનગર ચોકડી, મહારાણા પ્રતાપ સર્જલ, નટરાજ ફાટક, કેસરબાગ પાસે, ઉમિયા સર્કલ પાસે સહિતના પોઈન્ટ ઉપર વાહન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આજના પ્રથમ દિવસે સવારે અનેક વિદ્યાર્થીઓ અને સ્કૂલ વાહનો સામે દંડનીય કાર્યવાહી ક૨વામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular