Monday, May 4, 2026
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ દ્વારા કાયદાની સમજ આપવા આયોજિત સ્પર્ધાઓના વિજેતા જાહેર

મોરબી જિલ્લા પોલીસ દ્વારા કાયદાની સમજ આપવા આયોજિત સ્પર્ધાઓના વિજેતા જાહેર

Advertisement
Advertisement

મોરબી જીલ્લા પોલીસ દ્વારા નવા લોકોને કાયદાની સમજ આપવા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં નવા ૩ કાયદા અંગે ચિત્ર, ઓડિયો, વીડિયો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબી જીલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જાહેર જનતાને નવા કાયદાની સમજ આપવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં ત્રણેય નવા કાયદા વિશે માહિતી મળે એ હેતુથી ઓડિયો, વીડિયો તથા ચિત્ર બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સ્પર્ધામાં પ્રથમ, દ્વીતિય તેમજ તૃતીય ક્રમાંક મેળવનારને રૂ.2 હજારથી રૂ.20 હજાર સુધીના રોકડ ઈનામો આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં ચિત્ર, ઓડિયો, વીડિયો કમિટિ દ્વારા અવલોકન કરી વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ચિત્ર સ્પર્ધામાં સંગીતા હડીયલ પ્રથમ, હેત્વી.ડી.ડઢાણીયા દ્વિતીય અને નેન્સી ભોરણીયા તેમજ અશોક પરમારે ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. તો ઓડિયો સ્પર્ધામાં પ્રથમ ક્રમે અવની વાઢેર, દ્વિતીય ક્રમે ડો.ફેની સુચક, અને તૃતીય ક્રમે નંદીની સોની જ્યારે વીડિયો સ્પર્ધામાં સાક્ષી કોઠારી પ્રથમ, ભાવીકા પારેખ દ્વિતીય અને મિતેશ દવે એ તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

જો કે, આ તમામ કલાકાર વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા નથી. જેથી વિજેતાઓને સ્પર્ધાના ઇનામ વિતરણ માટેની તારીખો હવે પછીથી જાહેર કરવામાં આવશે, તેમ મોરબી જિલ્લા પોલીસની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular