HomeGujaratમોરબીમાં અલગ અલગ બે રેઇડમાં 10 જુગારી ઝડપાયા 

મોરબીમાં અલગ અલગ બે રેઇડમાં 10 જુગારી ઝડપાયા 

મોરબીમાં સામાકાંઠે આવેલા બોદ્ધનગર ફિલ્ટર હાઉસ નજીક તથા ભડીયાદ કાંટે જાહેર જુગાર રમતા કુલ 10 શખ્સોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હતી ત્યારે પ્રથમ રેઇડ દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ બૌધ્ધનગર ફિલ્ટર હાઉસ પાસે આંબેડકર સ્ટેચ્યુ વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો રમેશભાઇ બીજલભાઇ મકવાણા (ઉ.વ.34) રહે. મોરબી-2 નજરબાગ રેલ્વે સ્ટેશન સામે ખીજડાવાળી શેરી, રમેશભાઇ કરશનભાઇ ચૌહાણ (ઉ.વ.53) રહે. મોરબી-૨ સો-ઓરડી મહાવીર પાર્ક , અફજલભાઇ ઉર્ફે જલો અકબરભાઇ સમા (ઉ.વ.28) રહે. મોરબી-2 સો ઓરડી શેરી નં.6, કુવરજીભાઇ ઉર્ફે મુન્નો હિરાભાઇ વઘોરા (ઉ.વ.45) રહે. મોરબી-2 બૌધ્ધનગર ફિલ્ટર હાઉસ સામે, જયેશભાઇ સંદીદાન ઇશરાણી (ઉ.વ.50) રહે. સો-ઓરડી શેરી નં.7 મોરબીવાળાને રોકડ રકમ રૂ.12,300 ના મુદ્દામાલ સાથે સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

જ્યારે બીજી રેઇડ દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ કાંટે જવાહર સ્કૂલ પાસે રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 5 શખ્સો ખીમજીભાઇ ગોવીંદભાઇ ચૌહાણ (ઉ.વ.53) રહે. મોરબી-2 બૌધ્ધનગર શેરી નં.4, હરિભાઇ કલાભાઇ મકવાણા (ઉ.વ.52) રહે. મોરબી-2 બૌધ્ધનગર શેરી નં.4, કાદરભાઇ કાસમભાઇ પઠાણ (ઉ.વ.39) રહે. મોરબી-2 સો-ઓરડી, ચંદુભાઇ પોપટભાઇ શિહોરીયા (ઉ.વ.54) રહે. મોરબી-2 સો-ઓરડી શેરી નં.1, રાજેશભાઇ મનુભાઇ મુછડીયા (ઉ.વ.42) રહે. બૌધ્ધનગર શેરી નં.4 મોરબીવાળાને રોકડ રકમ રૂ.13,100 ના મુદ્દામાલ સાથે સિટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular