Monday, May 4, 2026
HomeGujaratટંકારામાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 3 માસથી ફરાર આરોપી મિતાણા ચોકડી પાસેથી ઝડપાયો

ટંકારામાં પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 3 માસથી ફરાર આરોપી મિતાણા ચોકડી પાસેથી ઝડપાયો

Advertisement
Advertisement

ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીને મિતાણા ચોકડી પાસેથી ટંકારા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.

ટંકારા તાલુકાના રોહીશાળા નેકનામ રોડ પરથી ક્રેટા કારમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો મળી કુલ કિં.રૂ.7,39,930 નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે ગુનામાં સહ આરોપી યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા તા.વાંકાનેર વાળાનુ નામ ખુલતા આરોપી અંગે અવારનવાર તપાસ કરવા છતાં છેલ્લા ત્રણેક મહીનાથી ફરાર હોય જે આરોપી હાલમાં ટંકારા તાલુકાના મિતાણા ચોકડી પાસે આવેલ હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસ ઇન્સ્પેકટર છાસીયા પોલીસ સ્ટાફ સાથે તપાસ કરતા આરોપી મળી આવતા આરોપીની જરૂરી પુછપરછ કરી પ્રોહીબીશનના ગુનાના કામે અટક કરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular