Monday, May 4, 2026
HomeGujaratમોરબીના જુના ઘુંટુ રોડ પર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 12 બોટલ સાથે...

મોરબીના જુના ઘુંટુ રોડ પર રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 12 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠે સિલ્વરપાર્ક સોસાયટી સરકારી સ્કૂલ પહેલા જુના ઘુંટુ રોડ પર આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 12 બોટલ સાથે એક શખ્સને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મોરબીના સામાકાંઠે સિલ્વરપાર્ક સોસાયટી સરકારી સ્કૂલ પહેલા જુના ઘુંટુ રોડ પર રહેતા આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે બબો મનુભા ઝાલા (ઉ.વ.32) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ.12 કિં રૂ.16,800 ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular