મોરબી માળીયા હાઈવે રોડ પર આવેલ સોખડા ગામના પાટીયા નજીક રોડ પર ઘેટાં પસાર થતા એસટી બસ ઉભી રાખેલ હોય ત્યારે પાછાળથી ટ્રકની ઠોકર લાગતા બસમાં મોટી નુકસાની થઈ હતી જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબીના જુના નાગડાવાસમાં રહેતા અને એસટીમા ડ્રાઈવીંગ કરતા અમુભાઈ રાણાભાઇ ધ્રાંગા (ઉ.વ.55) એ આરોપી ટ્રક કન્ટેનરના ચાલક પુખરાજ ગોમારામ ચૌધરી રહે. બાડમેર રાજસ્થાનવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી પોતાની એસ.ટી.બસ લઇને જતા હોય અને નેશનલ હાઇવે રોડ પરથી ઘેટા પસાર થતા આગળના ભાગે ટ્રક કન્ટેનર ઉભેલ હોઇ ફરીયાદીએ પોતાની એસ.ટી.બસ ઉભી રાખેલ હોઇ તેમ છતાં ટ્રક કન્ટેનરના ચાલક પુખરાજ ચૌધરીએ પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી આગળ ધ્યાન ન રાખી ટ્રકમાં બ્રેક કરેલ નહી અને ફરીયાદીની એસટી બસને પાછળ ઠોકર મારી એસટી બસ આગળ ઉભેલ કન્ટેનરમાં અથડાતા એસટી બસમાં આગળના ભાગે તથા પાછળના ભાગે મોટી નુકશાની પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.




