માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ શખ્સને પાસા હેઠળ ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે.
માળીયા (મિં) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ શખ્સ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેઓએ પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસભાઇ કાપડી (ઉ.વ.34) રહે.હાલ આદીપુર રીલાયન્સ પેટ્રોલપંપની પાછળ મકાન નં.164 ગાંધીધામ મુળ રહે .યશોદાનગર નાની ચિરઇ તા.ભચાઉ જી.ગાંધીધામ કચ્છ વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે શખ્સની સત્વરે અટકાયત કરવા માટે એલ.સી.બી.સ્ટાફની ટીમ બનાવી સામાવાળા આરોપીને પાસા એકટ તળે ડીટેઇન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.




