Monday, May 4, 2026
HomeGujaratમોરબીના સામાકાંઠેથી જાહેરમાં તીનપત્તી રમતા 5 જુગારી ઝડપાયા 

મોરબીના સામાકાંઠેથી જાહેરમાં તીનપત્તી રમતા 5 જુગારી ઝડપાયા 

Advertisement
Advertisement

મોરબીના સામાકાંઠે આવેલ બૌદ્ધનગર શેરી નં.4 મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ જુગારીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન મોરબીના સામાકાંઠે આવેલ બૌદ્ધનગર શેરી નં.4 મા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સ કેશુભાઇ પેથાભાઇ ટુડીયા (ઉ.વ.56), કાંતીભાઇ અરજણભાઇ પરમાર (ઉ.વ.52), બાબુભાઇ ગંગારામભાઇ ગોહિલ (ઉ.વ.50) રહે. ત્રણે બૌધ્ધનગર મોરબી-૨, મહેશભાઇ અર્જુનભાઇ પરમાર (ઉ.વ.35) રહે. નજરબાગ મોરબી તથા તેજાભાઇ ટપુભાઇ પારઘી (ઉ.વ.71) રહે. પીપળી વણકારવાસ તા.જી. મોરબી વાળાને રોકડ રકમ રૂ.3700 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular