Monday, May 4, 2026
HomeGujaratમોરબીના સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે દુકાનમાં રેમી રમતા 14 જુગારી ઝડપાયા 

મોરબીના સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે દુકાનમાં રેમી રમતા 14 જુગારી ઝડપાયા 

Advertisement
Advertisement

મોરબીના રામચોક કે.કે.સ્ટીલ વાળી શેરીમા સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે આવેલી દુકાનમાં બહારથી માણસો બોલાવી રમી જુગાર રમાડતો હતો ત્યારે પોલીસે રેઇડ કરી તીનપત્તીનો જુગાર રમતા કુલ ૧૪ શખ્સોને રોકડ રકમ રૂ‌.1,21,900 ના મુદ્દામાલ સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળી હતી કે, રામચોક કે.કે.સ્ટીલ વાળી શેરીમાં સિધ્ધાર્થ શોપીંગ મોલમાં બીજા માળે આવેલ દુકાનમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી મળેલી બાતમીના આધારે રેઇડ કરતા ચૌદ શખ્સો વિશાલભાઇ ઉર્ફે લાલો ભાલુભાઇ બાંભવા રહે-વિરપરડા તા.જી.મોરબી, ભવ્યરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે-વિરપરડા તા.જી.મોરબી, યશભાઇ અરવિંદભાઈ ગૌસ્વામી રહે-ભાગ્યલક્ષ્મી સોસાયટી બેજીટેબલ રોડ મોરબી, મનસુખભાઇ ડાયાભાઇ જીલરીયા રહે-કોયલી ખોડાપીપર તા.જી.મોરબી, આશીકભાઇ તૈયબભાઇ અધામ રહે-કાલીકા પ્લોટ શેરી નં-5 વિમાટે વાળી શેરી મુળ રહે-નાનીબરાર ગામ મોરબી, હરેન્દ્રસિંહ ઉર્ફે રાજવિરસિંહ દિગ્વિજયસિંહ ઉર્ફે દીલિઉપસિંહ ઝાલા રહે-સામાકાઠે આનંદનગર બ્લોક નં-106 મોરબી મુળ રહે-સાદુળકા તા.જી.મોરબી, અર્જુનભાઈ ભરતભાઇ ગજેરા રહે-વાઘપરા શેરી નં-1 હાલ રહે-અવન્યુ પાર્ક રવાપર રોડ મોરબી, દિગ્વિજયસિંહ અનોપસિંહ રાઠોડ રહે-ગુજરાત હાઉશિંગ બોર્ડ સામાકાઠે મોરબી, સોહીલભાઇ દાઉદભાઇ સુમરા રહે-વિરપરડા મોરબી, સુરેશભાઈ દિનેશભાઈ માજુસા રહે-મયુર સોસાયટી ત્રાજપરની બાજુમા મોરબી, રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા રહે- મથુર સોસાયટી ત્રાજપરની બાજુમા મોરબી, અલીભાઇ ગુલામભાઈ ચાનીથા રહે-વાવડી રોડ રવિપાર્ક 3 મોરબીવાળાને રોકડ રૂ.1,21,900 ના મુદામાલ સાથે ઝડપી પાડી જુગાર ધારા કલમ.4-5 મુજબ આરોપી વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular