Monday, May 4, 2026
HomeGujaratમોરબીમાં ક્રિપ્ટો કરન્સીના નામે કરેલા ફ્રોડ કરનાર 3 આરોપી દહેરાદૂન અને દિલ્હીથી...

મોરબીમાં ક્રિપ્ટો કરન્સીના નામે કરેલા ફ્રોડ કરનાર 3 આરોપી દહેરાદૂન અને દિલ્હીથી ઝડપાયા

Advertisement
Advertisement

ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડી.ટી. ડોલરમાં રોકાણ કરવાના બહાને મોરબીમાં રહેતા એક વેપારી સાથે રૂ.1,51,02,500 નુ ફ્રોડ કરનારા ગેંગના આરોપીઓને દહેરાદુન અને દિલ્હી ખાતેથી મોરબી સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયા છે.

મોરબીના નૈમિશભાઇ કનૈયાલાલ પંડિત નામના વેપારીને મોબાઇલમાં ફેસબુક મેસેંજર દ્વારા યુ.એસ.ડી.ટી.માં રોકાણ કરવાના બહાને આરોપીઓ દ્વારા વ્હોટસએપ નંબર તથા કસ્ટમર કેરથી ક્રિપ્ટો કરન્સી યુ.એસ.ડી.ટી. ડોલરમાં રોકાણ કરવા બાબતે ટેલીફોનીક વાતચીત કરી તેમજ ઓનલાઇન https://m.coinex vipl.com વેબસાઇટમાં એકાઉન્ટ ઓપન કરાવી યુ.એસ.ડી.ટી. ના ક્રિપ્ટો કરન્સી ખરીદવા માટે આરોપીઓ દ્રારા અલગ-અલગ એકાઉન્ટમાં કુલ રૂ.1,51,02,500 ડીપોઝીટ કરાવી ઓનલાઇન ફ્રોડ આચર્યું હતુ, જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ બનાવની તપાસમાં મોરબી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફ્રોડ કરવામાં ઉપયોગમાં લેવાયેલ વિવીધ બેંક ટ્રાન્ઝેકશનોને એનેલાઇઝ કરતા થયેલ ટ્રાન્ઝેકશનોની વિગતો જોતા આ ટ્રાન્ઝેક્શન માટે ઉતરાખંડ રાજયના દેહરાદુન શહેર ખાતે આવેલા આઈ.ડી.એફ.સી બેંકનું એકાઉન્ટ ઉપયોગ થયો હોવાનુ જાણવા મળ્યું હતું જેના આધારે જે એકાઉન્ટ ધારક તથા તે એકાઉન્ટને કોણ ઓપરેટ કરે છે તે બાબતે તપાસ કરતા આ બેન્ક એકાઉન્ટ સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવા માટે બેન્ક એકાઉન્ટની કીટ દહેરાદુન ખાતેથી દિલ્હી મોકલવામાં આવેલ ત્યાથી આ બેન્ક એકાઉન્ટની કીટ મુખ્ય સુત્રધાર સુધી પહોંચાડવામાં આવતી હોવાનું અને બાદમાં આ એકાઉન્ટનો ઉપયોગ કરી ફોડ કરવામાં આવતુ હતું જે બાબતે મોરબી જીલ્લા સાઇબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા ઉંડાણપુર્વક તપાસ કરી ઉતરાખંડ રાજયના દહેરાદન ખાતેથી ખાતેથી 2 આરોપીઓ તથા દિલ્હી ખાતેથી 1 મળી કુલ ત્રણ આરોપી ગીત ગુરજીતસીંગ ગરેવાલ. (ઉ.વ.31) રહે. ફલેટ નં.1 ટેલીફોન એકસચેન્જ, SBI કોલોની સહારનપુર, ઉતરપ્રદેશ તથા વિકાસ જગદીશપ્રસાદ પંચાલ (ઉ.વ.40) રહે. શીવવીહાર કોલોની મકાન નં.7 સહારનપુર, ઉતરપ્રદેશ તથા ગૌરવ ઇન્સ્પેકટર સૈની (ઉ.વ.29) રહે.બુધા ખેરા, લખનૌતી વ્હોલ્લા, તા.નકુર જી.સહારનપુર, ઉતરપ્રદેશવાળાને પકડી પાડવામાં આવ્યા છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular