HomeGujaratમાળિયાના વર્ષામેડી ફાટક પાસેથી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો 

માળિયાના વર્ષામેડી ફાટક પાસેથી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો 

માળીયા મીંયાણા વિસ્તારના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રસ્તા પાસેથી એક શખ્સ હાથ બનાવટી જામગરી (અગ્ની શસ્ત્ર) બંદુક સાથે ઝડપાયો છે.

માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રલીંગમા હતો તે દરમિયાન પોલીસને સંયુક્ત રાહે ખાનગી બાતમી મળી હતી કે, માળીયા મીંયાણા વિસ્તારના વર્ષામેડી ફાટકથી બોડકી જવાના રોડ પર વવાણીયા ગામના રહીશ ચકુભાઇ ભાણાભાઇ મકવાણા (કોળી) શંકાસ્પદ રીતે આટાફેરા કરતો હોય તે આરોપીની ઝડતી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક મળી આવી હતી જેની કિ.રૂ.2 હજાર થાય છે આ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે હથિયાધારા તળે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular