HomeGujaratમોરબીના પંચાસર રોડ પર ખુટીયા સાથે બાઇક અથડાતા ચાલકનું મોત

મોરબીના પંચાસર રોડ પર ખુટીયા સાથે બાઇક અથડાતા ચાલકનું મોત

મોરબી પંચાસર રોડ પર આવેલી મયુર ડેરી પાસે રોડ પર ખુટીયા સાથે બાઈક અથડાતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના પિતાએ આરોપી બાઈક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના પંચાસર ગામે રહેતા અને મજુરી કરતા કેકડીયાભાઈ ઉકાભાઇ પસાયા (ઉ.વ.50) એ આરોપી એક્સટ્રીમ બાઈકના ચાલક વિરમભાઇ કેકડીયાભાઈ પસાયા રહે. પંચાસર ગામ મોરબીવાળા વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીએ બાઈક બેદરકારીથી ચલાવી ખુટીયા સાથે ભટકાતા ફરીયાદીના દિકરા રવિનને માથાના ભાગે થતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ફરીયાદીના દિકરાનુ મોત નિપજ્યું હતું.

જેથી આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular