HomeGujaratમોરબીના અમરેલી નજીકથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો

મોરબીના અમરેલી નજીકથી કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં નેકસસ સિનેમા પાસે સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને દારૂની 30 બોટલ સાથે મોરબી તાલુકા પોલીસે દબોચી લીધો છે.

મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં નેકસસ સિનેમા પાસે આરોપીએ સ્વીફ્ટ કાર જેની કિંમત રૂ.3 લાખ જેમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની 30 બોટલ કિં.રૂ.11,125 તથા કુલ કિં. રૂ.3.11 લાખના મુદ્દામાલ સાથે આરોપી જાવીદભાઈ ઇસ્માઇલભાઇ સાંઇચા (ઉ.વ.35) રહે. સાંઇબાબા મંદિર પાસે વીશીપરા મોરબીવાળાને તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular