HomeGujaratટંકારાના મંદિરમાંથી ચોરી કરી 13 વર્ષથી નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો 

ટંકારાના મંદિરમાંથી ચોરી કરી 13 વર્ષથી નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો 

ટંકારા પોલીસ સ્ટેશનના મંદિર ચોરીના ગુનામાં છેલ્લા 13 વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના જાબુઆ જિલ્લામાંથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળી હતી કે, ટંકારા પલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી સીંગલીયા ચંદનસિંહ ઉર્ફે મંગલસિંહ બીલવાલ રહે. અગેરા તા.રાણાપુર જી.જાબુઆ (એમ.પી) વાળો હાલે મધ્યપ્રદેશ ખાતે તેના રહેણાંક મકાને હોવાની બાતમી મળતા તુરંત જ પોલીસ સ્ટાફની ટીમ બનાવી મધ્યપ્રદેશ ખાતે મોકલતા બાતમીવાળી જગ્યાએ જઇ તપાસ કરતા ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશ રાજ્યના જાબુઆ જીલ્લા ખાતેથી ઝડપાયો છે જેને હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular