મોરબીના રવાપર રોડ પર માર્કેટ યાર્ડ પાછળ આવેલા સુભાષનગરમાં રહેતા પ્રૌઢેના ભત્રીજાના સસરા તથા તેના સાળાને મિલકત બાબતે વારંવાર ઝઘડા થતા હોય જેથી પ્રૌઢે તેના ભત્રીજાને ઝઘડામાં વચ્ચે ન રાખવા કહેતા પ્રૌઢના ઘરે આરોપીઓએ પ્રૌઢ સાથે આરોપીઓએ ઝઘડો કરી પ્રૌઢને તથા તેના ભાઈને ધોકાથી માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ પર માર્કેટ યાર્ડ પાછળ આવેલા સુભાષનગર શેરી નં.4(એ), બ્લોક નં.107 માં રહેતા દિલીપભાઈ મોતીભાઈ મેંદપરા (ઉ.વ.58) એ આરોપી નિગમભાઇ શાંતીલાલ ધોરીયાણી રહે. ઉમિયા ચોક, મોરબી, નિમીતાબેન કેવલભાઇ ધોરીયાણી, પુષ્પાબેન નિગમભાઇ ધોરીયાણી રહે. મોરબી, નિતીનભાઇ શીવાભાઇ મેરજા રહે. મોરબી, પ્રદિપભાઇ પરસુંબીયા રહે. ગોકુલ મથુરા સોસાયટી, દલવાડી સર્કલ, મોરબી, સંગીતાબેન પ્રદિપભાઇ પરસુંબીયા રહે. ગોકુલ મથુરા સોસાયટી દલવાડી સર્કલ મોરબી, જાગૃતિબેન નવીનભાઇ ચાડમીયા રહે. મોરબી, નવીનભાઇ ડાયાભાઇ ચાડમીયા રહે. મોરબી, રવીભાઇ નિગમભાઇ ધોરીયાણી રહે. ઉમિયા ચોક મોરબી, નિરજભાઇ શાંતીભાઇ ધોરીયાણી રહે. ઉમિયા ચોક મોરબી, રાજભાઇ નિરજભાઇ ધોરીયાણી તથા અજાણ્યા આશરે બારેક માણસો રહે. ઉમિયા ચોક મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીનો ભત્રીજો ઋતુલના સસરા ભરતભાઈ મગનભાઈ ધોરીયાણી અને તેનો સાળો કેવલભાઈ ભરતભાઈ ધોરીયાણી વચ્ચે મિલકત બાબતે વારંવાર ઝઘડો થતો અને તેઓ ફરીયાદીના ભત્રીજા ઋતુલને બોલાવતા હતા, જેથી ફરીયાદીએ તેઓને ભત્રીજા ઋતુલને તેઓના ઝઘડામાં વચ્ચે રાખવાની ના પાડેલ અને તેઓને સમજાવતા હતા ત્યારે કેવલભાઈને ફોન કરીને ફરીયાદીના ભત્રીજાને તેઓના પિતા-પુત્રના ઝઘડામાં વચ્ચે ન રાખવા કહેતા કેવલભાઈએ તેના ઘરે જાણ કરતા આરોપીઓ ફરીયાદીના ઘરે આવી ગૃહ પ્રવેશ કરીને ઝઘડો કરી આરોપીઓએ ફરીયાદીને તથા તેના ભાઈ સંજયભાઈને ધોકો વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




