HomeGujaratમોરબીના મૂન સ્પાના વર્કરની માહિતી પોલીસ મથકમાં ન આપતા જાહેરનામાં ભંગનો ગુનો...

મોરબીના મૂન સ્પાના વર્કરની માહિતી પોલીસ મથકમાં ન આપતા જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે ત્રીજા માળે સુટર માર્કેટ કોમ્પલેક્ષમાં આવેલા મુન સ્પામાં કામ કરતી સ્પા વર્કરની માહિતી પોલીસ મથકમાં નહી આપતા સંચાલક વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડીવીઝન પોલીસ દ્વારા સ્પામાં તપાસ હાથ ધરતા મૂળ પશ્ચિમ બંગાળનો વતની અને હાલ મોરબીના વેજીટેબલ રોડ પર આવેલ લાભનગર-1 એ-11 મા રહેતા આરોપી પુર્ણેન્દુ તરૂણભાઈ અધીકારી (ઉ.વ.30) એ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે ત્રીજા માળે સુટર માર્કેટ કોમ્પલેક્ષમા આવેલ મુન સ્પામાં કામ કરતી સ્પા વર્કરના બાયોડેટા પોલીસને ન આપી મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર સંચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular