Monday, May 4, 2026
HomeGujaratમોરબીમાં બાઇક ચોરી વધી, રવાપર રોડ પર આધેડનું બાઈક ચોરાયું

મોરબીમાં બાઇક ચોરી વધી, રવાપર રોડ પર આધેડનું બાઈક ચોરાયું

Advertisement
Advertisement

મોરબીના રવાપર રોડ પર આવેલા એચ.ડી.એફ.સી ચોક પાસેથી આધેડનું કોઈ અજાણ્યો ચોર બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠે આવેલ સર્કિટ હાઉસ સામે વિધ્યુતનગર સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ નવનીતભાઈ રાવલ (ઉ.વ.46) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના રવાપર રોડ પર આવેલા એચ.ડી.એફ.સી ચોક પાસેથી ફરીયાદીનુ હોન્ડા કંપનીનું રૂ.50 હજારની કિંમતનું મોટરસાયકલ અજાણ્યો શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular